મણીમંદિરથી ત્રિકોણ બાગ સુધીની પદયાત્રાનું કલેક્ટર કે.બી. ઝવેરીએ પ્રસ્થાન કરાવ્યું; ‘વિકાસ ભારત પ્રતિજ્ઞા’ લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં ’વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આજે મણીમંદિરથી ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રાને કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રાનું સમાપન ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોરબીવાસીઓએ સામૂહિક રીતે “વિકાસ ભારત પ્રતિજ્ઞા” લીધી હતી. આ પદયાત્રામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



