ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સિમ વિસ્તાર માંથી ગત રોજ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો આ દીપડાના મૃતદેહ મળી આવતા વન વિભાગ ઘટના સ્થળે પોહચી દીપડાના મોતના કારણ જાણવા વધુ તપાસ શરુ કરી છે.
ગત રોજ માળીયા હાટીના નજીક એક સિમ વિસ્તારમાંથી મૃત હાલતમાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગના અધિકરીઓએ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનું જે જગ્યા પરથી મૃતદેહ મળી આવ્યો ત્યાં આસપાસના વિસ્તારોમાં તપાસ શરુ કરી હતી જેમાં દીપડાનું કેવી રીતે મોત થયું તેની ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે શું દીપડો ખેતરમાં લગાવેલ કરંટથી મોત થયું કે પછી ઇન્ફાઇટમાં મોત ને ભેટ્યો અથવા બીમારીના લીધે મોત નીપજ્યું આવા અનેક કારણો સાથે તપાસ વન અધિકરીએ તપાસ શરુ કરી છે. દિપડાના મૃતદેહને વન વિભાગે કબ્જે કરી પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે જયારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ દિપડાના મોતનું સાચું કારણ બહાર આવશે રિપોર્ટ આવ્યા બાદ વન વિભાગ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.



