વેરાવળ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જૂનાગઢના ઉપક્રમે મણીબેન કોટક સ્કૂલ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં હાલના આધુનિક ટેકનોલોજી ના યુગમાં ગ્રાહકોએ ખરીદી વખતે શું ધ્યાન રાખવું તેમજ ગ્રાહકોએ હાલના સમયમાં કેટલી રીતે છેતરાતા હોય તે અંગે અને સાથે સાયબર ફ્રોડથી બચવા શું સુરક્ષા રાખવી તે અંગેનું માર્ગદર્શન અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જૂનાગઢના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સચિવ રાજુભાઈ રાવલ દ્રારા અપાયુ આ કાર્યક્રમમાં બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ગણ સહીત બહોળી સંખ્યામાં લોકોએ જાણકારી મેળવેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મણીબેન કોટક સ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઈ ઉનડકટ તેમજ સરસ્વતી સ્કૂલના રૂપારેલીયા સાહેબે જેહમત ઉઠાવેલ છે.
વેરાવળ ખાતે ગ્રાહક જાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Follow US
Find US on Social Medias