સોમનાથ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં 7નાં મોતના બનાવમાં પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લાના ભંડુરી નજીક ગત રોજ સોમનાથ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બે વિદ્યાર્થી સહીત કુલ 7 મુસાફરોનો મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી અકસ્માત બનાવ મામલે માળીયા હાટીના પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ગત રોજ સવારે સોમનાથ હાઇવે પર બે કાર અકસ્માતની ગોજારી દુર્ઘટના બની હતી જેમાં 7 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા આ અકસ્માતના બનાવ મામલે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં લખમણભાઇ રાજાભાઇ વાળા રહે.જાનુડા ગામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ હ્યુન્ડાય એસન્ટ ફોરવ્હીલ કાર રજી નંબર જીજે 11 એસ 446 વાળીના ચાલકે પોતાના હવાલાની ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેદરકારીથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ડીવાઇડર ઠેકાડી રોડની સામેની સાઇડમા આવતી વીનુભાઇની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો કાર જેના રજી નં. જીજે 11 સીડી 3064 વાળી સાથે ભટકાવી એક્સીડન્ટ કરી તેમા બેસેલ વીનુભાઇ તથા તેની સાથેના રાજુભાઇ એમ કુલ બે જણાના તથા પોતાના હવાલાની એસન્ટ ફોરવ્હીલ કાર રજી નંબર જીજે 11 એસ 4416 મા સવાર પોતાના સહીત કુલ પાંચ મળી કુલ સાત વ્યક્તિઓના ગંભીર ઇજાઓ કરી મોત નિપજવતાં પૂરપાટ ઝડપે આવતી મૃતક કાર ચાલાક સામે ગુનો નોંધાવતા પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ શરુ કરી છે.