દબાણ દૂર કરવા છતાં ફરીથી કબજો કરતા કાર્યવાહી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં એક શખ્સ દ્વારા ખાપટ ગામે માર્કેટીંગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતા રસ્તા પર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને સરકારી જમીન પચાવી પાડી હતી. તે વખતે સરકારે આ જમીન પરથી દબાણો દૂર કરીને જમીન દૂર કરવામાં આવેલ હતું છતાં પણ આરોપીને ફરથી આ જમીન પર દબાણ કરી દેતા તેની સામે ગુન્હો નોંધાયો છે.
- Advertisement -
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરમાં કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા બિપીન બાબુ ધવલ નામના શખ્સે માર્કેટીંગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતા રસ્તા પર જમણી બાજુએ આવેલ સરકારી જમીન સ.નં. 40/2 પૈકી નવા સ.નં. 477 માં અંદાજીત 250 ચો.મી. જમીન જેની કીંમત 37,50,000 જેટલી થાય છે તેના પર પાંચ વર્ષ પહેલા બિનખેતી વિષયક દબાણ કરીને ગેરકાયદેસર કબજો કરીને સરકારી જમીન પચાવી પાડી હતી. અગાઉ સરકારે આ જમીન પરથી દબાણો દૂર કરીને જમીન દૂર કરવામાં આવેલ હતું છતાં પણ બિપીને ફરથી આ જમીન પર દબાણ કરી દેતા તેની સામે મામલતદાર પોરબંદર ભરતકુમાર સંચાનીયા દ્વારા પોલીસમાં ઉપર મુજબની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બિપીન ધવલ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ ના.પો.અધિ. ઋતુ રાબાએ હાથ ધરી છે.