ખાસ-ખબર ન્યૂઝ માધવપુર
માધવપુર દરિયામાં ગેરકાયદે ફીશિંગ કરનાર 11 માછીમારો સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ટોકન વિના અને રજીસ્ટ્રેશન વગર ફીશિંગ કરતી અનેક બોટો ઝડપી પાડી છે. ગઈકાલે સાંજના સમયે માધવપુર ફીશ લેન્ડીંગ પોઈન્ટ પરથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે GJ-32-MO-7710 નંબરની બોટમાં માછીમારી કરનાર કરીમભાઈ કાસમભાઈ ગોવાલશેરી અને GJ-32-MO-7710 નંબરની બોટના અકબર હુસેનભાઈ લુચાણી સામે ગુનો નોંધ્યો છે.
- Advertisement -
બંનેએ ઑનલાઇન ટોકન લીધા વગર માછીમારી કરી હતી. સાથે જ IND-GJ-25-MO-6244 નંબરની બોટમાં ખલીલ હાસમભાઈ પટેલીયા અને IND-GJ-25-MO-6643 બોટમાં હસનભાઈ ઓસમાણ પટેલીયાએ ટોકન વિના માછીમારી કરી હતી.
આ ઉપરાંત, જુસબ કાસમભાઈ ગોવાલશેરી (IND-GJ-32-MO-5807), જુમાભાઈ હાસમભાઈ ઢીમર, ઓસમાણભાઈ દાઉદભાઈ ઢીમર, ઉમર ઓસમાણ લુચાણી અને આમદ અલ્લારખાભાઈ ગંધરા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, રજીસ્ટ્રેશન વગરની બોટો અને કોલ લાયસન્સ વગર માછીમારી કરવી ગેરકાયદે છે. માધવપુર દરિયામાં મરીન પોલીસ બંદોબસ્ત વધારવાની તૈયારીમાં છે.



