1.10 લાખનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દારુ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે અંકુરનગર મેઇન રોડ ઉપર વોચ ગોઠવી કારમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ 4,23,575 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના નવનિયુક્ત પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ એ એન પરમાર અને ટીમને મળેલી બાતમી આધારે અંકુરનગર મેઇન રોડ ઉપર ગોપાલ પાર્ક શિવસાગર હોલ પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી ઇકો કાર પસાર થતાં તેને અટકાવી જડતી લેતા જુદી જુદી બ્રાન્ડનો 1,09,575 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કારમાં બેઠેલા ગોપાલ પાર્કના પ્રતિક ઉર્ફે કાળિયો અરવિંદભાઈ પરમાર ઉ.31 અને મુસ્તાકીમ ઉર્ફે મુસ્તાક કરીમભાઈ નોયડા ઉ.23ની ધરપકડ કરી ગુનો નોંધી દારૂ, કાર, બે મોબાઈલ સહિત 4,23,575 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો પ્રતિક અગાઉ દારૂ સહિતના બે ગુનામાં રાજકોટ અને સુરતમાં પકડાઈ ચૂક્યો છે.