ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
ભવાનીધામ વસ્તડી ખાતે તાજેતરમાં રાજપૂત સમાજના વરિષ્ઠ આગેવાનોનું સંમેલન પૂર્વગવર્નર વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. તેમાં સમસ્ત સમાજના પ્રમુખ કાનાભા ગોહીલ, જશાભાઈ બારડ પૂર્વમંત્રીશ્રી, એલ. બી. પરમાર, નારણભાઈ સદર, કમાભાઈ રાઠોડ, રૈયાભાઈ રાઠોડ, વજુભાઈ ડોડીયા, માવજીભાઈ ડોડીયા, વનવીરભાઈ સોલંકી, 26 જિલ્લાના લોકોની હાજરીમાં અંદાજિત 24 સૂચનો આવ્યા હતા.
- Advertisement -
આ સંમેલનમાં કાનભાબાપુએ જણાવ્યું હતું કે સમાજને વિખેરવાનું બંધ કરી ગમા-અણગમા ભૂલી સૌ સાથે ચાલીએ તો ભવિષ્યની પેઢી સૌને યાદ કરશે તેમજ બારડે જણાવ્યું હતું કે દિશાવિહીન થયેલા યુવાનો પાછા વળે, મનભેદ હોય પણ મતભેદ કરી ગેરમાર્ગે દોરવાય ન જવું તે સાચી રાજપૂતાઈ છે. અંતમાં વજુભાઈ વાળાએ જણાવ્યું કે ભવાનીધામ માત્ર મંદિર જ નહીં પરંતુ સંસ્કારધામ બનશે.
આ તકે પૂર્વ વી. સી. ચાવડા, પૂર્વ શિક્ષણાધિકારી રાઠોડ, નરેન્દ્રસિંહ અશ્ર્વાર, સહદેવસિંહ ગોહીલ, કુલદીપભાઈ સગર, મહોબ્બતસિંહ (સુરત), ગોવિંદસિંહ ચૌહાણ, જેસીંગભાઈ પાટડી, બિરાભા રથવી, પ્રવિણસિંહ ગોહીલ, ભલાભાઈ રથવી, યોગીભાઈ પઢિયાર, ચંદ્રેશભાઈ હેરમા, રણજીતસિંહ ડોડીયા, લક્ષ્મણભાઈ સોલંકી, દાનભા મોરી સહિતના આગેવાનોએ વિવિધ સૂચનો કર્યા હતા.