યુવા વકીલ સંમેલનમાં બહોળી સંખ્યામાં યુવા ધન જોડાતા સમરસ પેનલ તરફી બન્યો જબરો માહોલ
કેરીઓકે, કેમ્પ ફાયર, ગેમ્સ વીથ ફન, અનપ્લગ, ક્વિઝ, સેલ્ફીઝોન સહિતના અનેક આકર્ષણોથી મંત્રમુગ્ધ બન્યા યુવા એડવોકેટ્સ
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપપ્રેરિત સમરસ પેનલના તમામ પદ પરના ઉમેદવારોએ ચૂંટણી જંગમાં પોતાનો વ્યાપક પ્રચાર આદર્યો છે ત્યારે રાજકોટના યુવા વકિલોમાં સમરસ પેનલના સમર્થનમાં જુવાળ જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લેડીઝ-જેન્ટ્સ યુવા વકિલો સમરસ પેનલ સાથે જોડાઈ ચૂક્યા છે અને રોજબરોજ નવા લોકો ટીમ સાથે જોડાઈ રહ્યા છે. ગત શનિવારના રોજ સાંજે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યુવા વકિલો માટે એક ખૂબ આકર્ષક કાર્યક્રમ નવીનત્તમ અભિગમ સાથે યોજાયેલ હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા એડવોકેટ, ભાજપ અગ્રણીઓ, સમરસ પેનલના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા.
સમરસ પેનલ થકી પ્રમુખપદના ઉમેદવાર કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખપદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરીપદે પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીપદે જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરરપદે આર. ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરીપદે મેહુલ મહેતા, મહિલા અનામત કારોબારી સભ્યપદે રેખાબેન લિંબાસીયા (પટેલ), કારોબારીના નવ સભ્યમાં સર્વે અમિત વેકરીયા, સાગર હપાણી, ભાવેશ રંગાણી, કૌશલ વ્યાસ, પ્રવિણ સોલંકી, રણજીત મકવાણા, અજયસિંહ ચૌહાણ, નિકુંજ શુક્લ, યશ ચોલેરા સહિતના ઉમેદવારો શહેરભરમાં ધૂમ પ્રચાર કરી રહ્યા છે અને વકિલોની ઓફિસે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે ત્યારે વકિલોના તમામ વર્ગો દ્વારા સમરસ પેનલને જંગી સમર્થન મળી રહ્યું છે સાથે અગત્યના એવા યુવા વર્ગ પણ સમરસ પેનલ સાથે જોડાઈ ચૂક્યો છે. રાજકોટ બાર એસો., ક્રિમીનલ બાર એસો., જુનિયર બાર એસો., મહિલા બાર એસો., એમ.એ.સી.પી. બાર એસો., યુવા લોયર્સ, લેબર બાર એસો., ક્ધઝ્યુમર બાર એસો., રેલવે બાર એસો., ફેમીલી બાર એસો., રેવન્યુ બાર એસો., નોટરી બાર એસો., રેવન્યુ પ્રેક્ટિશનર બાર એસો., નોટરી પ્રેક્ટિશનર બાર એસો., ઈન્કમટેક્સ સેલ્સ ટેકસ બાર એસો., યુનિટી ઓફ લોયર્સ, એલ.એસ.એફ. ગ્રુપ, વોઈસ ઓફ લોયર્સ સહિતના સિનિયર- જુનિયર મહિલા વકિલોમાં જેમાં ખાસ કરીને યુવા વર્ગ ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલ છે તે તમામ લોકો સમરસ પેનલ સાથે ખભે-ખભા મિલાવીને પ્રચાર કાર્ય કરી રહ્યા છે.
ગત શનિવારના રોજ સાંજે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સમરસ પેનલના સમર્થનમાં યુવા વકિલ મહાસંમેલન યોજાયું હતું. જેમાં અનેકવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે યુવા વકિલો પોતાની ટેલેન્ટ રજૂ કરી શકે તે માટે સુંદર પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં યુવા એડવોકેટ પુનમ પટેલ, ચાંદની પુજારાએ ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી. તમામ ઉમેદવારોની ભવ્ય જીત માટે ચાંદની પુજારાએ વિશેષ પ્રસ્તુતિ રજૂ કરી હતી.
આ યુવા વકિલ સંમેલનમાં રા.મ્યુ.કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, વોર્ડ નં. 15ના ભાજપ પ્રભારી જયેશભાઈ દવે, વોર્ડ નં. 14 ભાજપ પ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, વોર્ડ નં. 8 ભાજપ પ્રભારી સંજયભાઈ દવે, ભાજપ અગ્રણી કેતનભાઈ બોરીસાગર, પૂર્વ આરોગ્ય ચેરમેન જયંતિભાઈ સરધારા, જિલ્લા ભાજપ અગ્રણી ગૌતમભાઈ કાનગડ, રાજકોટ બારના સિનિયર મોસ્ટ ધારાશાસ્ત્રીઓમાં તુલસીદાસ ગોંડલીયા, અમિતભાઈ જોશી, જયદેવભાઈ શુક્લ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી વકિલો જેમાં રક્ષિતભાઈ કલોલા, આબિદભાઈ સોસન, તરુણભાઈ માથુર, મુકેશભાઈ પીપળીયા સહિતના એડવોકેટ હાજર રહ્યા હતા. યુવા વકિલ સંમેલનમાં યુવા અને તરવરીયા વકિલો ભગીરથસિંહ ડોડીયા, ઈન્દ્રસિંહ ઝાલા, પરેશભાઈ મારુ, રૂપરાજસિંહ પરમાર, ડી. ડી. મહેતા, રાજેન્દ્રસિંહ (રાજભા) ઝાલા, દિલેશભાઈ શાહ, અશ્ર્વિનભાઈ મહાલીયા, કેતનભાઈ ગોસલીયા, મહેશભાઈ સખિયા, હરેશભાઈ પરસોંડા, વિશાલભાઈ ગોસાઈ, બિમલભાઈ જાની, અશ્ર્વિનભાઈ ગોસાઈ, નરેન્દ્રસિંહ ચાવડા, જગુભાઈ કુવાડીયા, મુકેશભાઈ પંડ્યા, પિયુષભાઈ ઝાલા, રુષિભાઈ ચૌહાણ, પ્રભાતભાઈ પરસોંડા, શ્યામલભાઈ રાઠોડ, મહિલા ધારાશાસ્ત્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષિલ શાહ, અભિષેક શુક્લ, ભુવનેશ શાહી, નિતેશ કથિરીયા, હેમાંશુ પારેખ, લીગલ સેલ ફોટોગ્રાફીના જસ્મીન કે. ગઢીયા, કપિલ શુક્લ, નિવિદ પારેખ, વિશાલ સોલંકી, ધવલ પડીયા, શિવદિપસિંહ ઝાલા, દીપ વ્યાસ, મિલન જોશી, યર્થાથ શાહએ જહેમત ઉઠાવી હતી.
- Advertisement -