પૂર્વાશ્રમના ભાઈએ કરેલા આક્ષેપો વિજયબાપુએ વાહિયાત વાતો ગણાવી
સૌરાષ્ટ્રની કોઈ ચોક્કસ ચોકડી દ્વારા સતાધારની જગ્યાને બદનામ કરવા માંગે છે, સમય આવ્યે કાયદાકીય જવાબ આપીશું : વિજય બાપુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલ વિશ્વ પ્રસિધ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન સતાધારની આપા ગીગાની જગ્યાના મહંત વિજયબાપુ સામે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ નિતીન ચાવડાએ કરેલા નાણાકીય વ્યવહારો ઉપર એક મહિલાનં પ્રભત્વ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો જવાબ આપતા મહંત વિજયબાપુએ આ આક્ષેપોને પાયાવિહોણા બતાવી, સતાધારની જગ્યાને બદનામ કરવા અને પૈસા પડાવવા માટેનું એક પડયંત્ર ગણાવ્યું છે. વિજયબાપુએ વધુમાં કહ્યું કે,આખોયે ઈસ્યુ ઉભો કરવામાં આવેલી એક પેટર્ન છે.ચોક્કસ માણસો તેની પાછળ છે. નીતિન ચાવડા તે લોકોનો મત રજૂ કરી રહ્યો છે. અમારી સંસ્થા 250 જૂની છે. અને જે આક્ષેપો મુકી રહ્યા છે. તે પૂર્વાશ્રમના ભાઈના સંબંધને લઈને તેઓએ પ્રલોભનથી પોતાનું વર્ચસ્વ ઉભું કરી રહ્યા છે. તેનો સમય આવે કાયદાકીય રીતે જવાબ આપીશું.અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ, અમારો કોઈ ધંધો કે ઉદ્યોગ નથી. અમારી એવી કોઈ નીતિ નથી કે, લોકોને ભોળવીને સામ્રાજ્ય ઉભું કરવાની.અમારો પ્રભાવ બે હાથ જોડીને ઉભા રહેવાનો અને લોકોના હૃદય સુધી આવવાનો છે. અમારી સંસ્થાના ગુરુની ભજન પ્રક્રિયા હતી, માનવ કલ્યાણ, પશુ કલ્યાણ અને પ્રકૃતિનું કલ્યાણ કરવાની, રૂખી, દુખી, સુખી સાથે રહેવાની પરંપરા છે. કોઈ ત્રણ થેલી દોરૂ પીંને આવીને ગાળો બોલે તો અમારા સેવકો, માણસોએ કીધું હશે, પરંતુ જે મુદ્દો છે. તેના માટે તપાસસમિતિ નિમો, તથ્યતા શું છે, સત્ય શું છે. તે બહાર આવશે, અમે સત્યની જ્યોતમાં છીએ.જેથી આક્ષેપો પાયાવિહોણા છે.સરકાર દ્વારા કમિટ આવે તો પણ અમે સહકાર આપવા તૈયાર છીએ.
નીતિને કરેલી મહિલાના પ્રભુત્વની વાત પાયાવિહોણી
મોટાભાઈ સર્વટએ જણાવ્યું કે, બાપુ જે વ્યભિચારીના આક્ષેપો કરાયા છે, તે પાયાવિહોણા છે, જે મહિલાની વાત કરવામાં આવી રહી છે, તે મહિલા તો, બાપુના અહીં આગમન પહેલાથી જ રહે છે, અને તે પણ પોતાની માલિકીની જગ્યામાં, અને તેઓ સતાધારની જગ્યાના સેવક સેવા કરી શકે તે માટે તેઓએ અહીં પોતાની માલિકીનું મકાન બનાવ્યું છે, નહીં જગ્યાના પૈસેથી. તેની સાથે બાપુને કાઈ લેવા-દેવા નથી.નિતીનની સાથે સૌરાષ્ટ્રની ચાર ની ચોકડી ષડયંત્ર રચી રહી છે. અને પડયંત્ર રચીને બદનામ કરવાન કાવતરૂં કરી રહ્યા છે, તેનો અમારા દ્વારા તમામ પુરાવા સાથે કાયદાકીય રીતે જવાબ આપીશું.અને આગામી દિવસોમાં તેના નામ પણ જાહેર કરીશ. પોસ્ટકાર્ડ લખીને નિતીન બાપુ પાસે પૈસા માંગતો
પોસ્ટકાર્ડ લખીને નીતિન બાપુ પાસે પૈસા માંગતો હતો
સતાધારની જગ્યાના છઠ્ઠી પેઢીના વંશજએ અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું કે, પહેલાના મહંતો દીક્ષિત હતા, પરંતુ શિક્ષિત ના હતા. પરંતુ વિજયબાપુ આવ્યા પછી અહીં તમામ વિકાસ થયો છે 20 વર્ષમાં નવીનીકરણ થયું, ગૌશાળાઓ બની, રસોડા બન્યા, રહેઠાણ બન્યા, અને હવે જયારે છેલ્લું કામ જગ્યાનો જીર્ણોધ્ધાર કરવાનો સમય આવ્યો ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાયું છે. નીતિન ચાવડાએ 2019માં બાપુને લખેલા પોસ્ટકાર્ડમાં સ્પષ્ટ પૈસા આપવા પોતાના એકાઉન્ટ નંબર મોકલીને ધમકીઓ આપેલી છે તેના પુરાવાઓ છે.