મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં નહોતી નોંધાઈ
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું પાલન ન કરવા બદલ મૂળ રાજસ્થાનના સંચાલક નરેશકુમાર પટેલની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
હળવદ-માળિયા હાઈવે પર આવેલી એક હોટેલના સંચાલકે રોકાયેલા મુસાફરોની ફરજિયાત નોંધ ’પથિક’ સોફ્ટવેર માં ન કરી તેમજ તેમના ઓળખના પુરાવા મેળવ્યા વગર જ રોકાણ આપીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. હળવદ પોલીસ ટીમ ચેકિંગ કામગીરી કરી રહી હતી તે દરમિયાન હળવદ-માળિયા હાઈવે પર આવેલી રાધે ઇન હોટેલમાં આ ભંગ થતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હોટેલના સંચાલક આરોપી નરેશકુમાર લાલજીભાઈ પટેલ (ઉં.વ. 27) (મૂળ રાજસ્થાન) ને ઝડપી લઈને જાહેરનામા ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



