ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ મહેશ પાનવાળી શેરીમાં મંગળવારે રાત્રીના પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી જો કે ફાયર વિભાગની ટીમે તુરંત ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને જાનહાની ટળી હતી. મોરબીના શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ સામે પાર્ક કરવામાં આવેલ આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી હતી. જો કે હોસ્પિટલની સામે બેઠેલા લોકોએ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયબ્રિગેડની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. કારની બાજુમાં જ વીજ સબસ્ટેશન આવેલું હોય મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી જો કે આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
મોરબીના શનાળા રોડ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી
