જૂનાગઢ શહેરમાં આગની બે ઘટના સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેણાંક મકાન રાખેલો દિવો પડી જતા આગ લાગી હતી. જોત જોતામાં આગે મોટુ સ્વરૂપ લઇ લીધુ હતુ. ધુમાડા નીકળતા વિસ્તારના લોકોએ ફાયબ્રીગેડને જાણ કરી હતી. ફાયરનો સ્ટાફ આસ્થળે પહોંચે ત્યાસુધીમાં ઘરવખરી, અનાજ, બળી ગયુ હતુ. ફાયર સ્ટાફ તેમજ સ્થાનિક લોકોએ ગેસ સિલીન્ડર તેમજ અન્ય વસ્તુઓ આગથી આગથી બચાવી લીધી હતી. ફાયરસ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.
- Advertisement -
જયારે અન્ય એક આગની ઘટનામાં જેલ રોડ અલંકાર ટોકીઝ નજીક ઇકોકાર પાસરથઇ રહી હતી ત્યારે તેની બેટરીમાં શોર્ટ સર્કીટ થતા આગ ભભૂકી હતી. કારમાં સવાર લોકો ઉતરી ગયા હતા. બાદમાં આગ વિકાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં દોડધામ થઇ ગઇહતી. રોડની બંને તરફ વાહન ચાલકો રોકાઇ ગયા હતા. આ અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. ફાયબ્રીગેડનો સ્ટાફ આવ્યો ત્યાં સુધી સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.



