થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના દૂધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે.
- Advertisement -
છરી જેવા ધારદાર હથિયાર વડે વિજય બાબરીયા નામના વેપારી ઉપર હૂમલો કરવામાં આવ્યો હતો. હૂમલો કરી વેપારીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હાલ હત્યાની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. બનાવની વિગત અનુસાર, રાજકોટ શહેરમાં હવે હત્યાના બનાવો તો જાણે સામાન્ય બની ચૂક્યા છે. નાની એવી બાબતમાં પણ લોકો કોઇ વ્યક્તિનો જીવ લેતા સહેજ પણ અચકાતા નથી. એવામાં શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે.
શહેરના દૂધસાગર રોડ પર વેપારી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. કોઇ શખ્સ ગાંજો પીવા જેવી બાબતે વેપારી પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. બનાવને લઇને લોકો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.
- Advertisement -
હાલ થોરાળા પોલીસ પણ ઘટના સ્થળે દોડી છે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.