રૂપાવટીનો શખ્સ ઘરના વિજ કનેકશનમાંથી ક્ધસ્ટ્રકશન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં પકડાયો હતો
હેતુફેર માટે બિલ ફટકારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો: અધિકારી સમજાવવા જતા મારામારી કરી, ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ મથકના પીઆઈની હાજરીમાં નાયબ ઈજનેરને એક શખ્સે ગાળો ભાંડી ફડાકા ઝીંકી દેતા પીઆઈ સહિતનો સ્ટાફ જોતો રહ્યો હતો જે બાદ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી રૂપાવટીના શખ્સે ઘરના વિજ કનેકશનમાંથી ક્ધટ્રકસન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં પકડાયો હોય હેતુફર માટે બિલ ફટકારતાં મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો.
બનાવ અંગે વિંછીયામાં સત્યજીત સોસાયટીમાં રહેતાં ગૌરવભાઇ અશ્વીનભાઈ બોડા ઉ.30એ રૂપાવટીના હિતેષ લવજી ગાબુ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિંછીયા જી.ઈ.બી.માં નાયબ ઇજનેર તરીકે છેલ્લા 5 મહીનાથી નોકરી કરે છે. ગઈકાલે તેઓ નાયબ ઇજનેર જી.ઈ.બી. કચેરી ખાતે ફરજ ઉપર હતાં ત્યારે સાંજના સમયે વાગ્ય વિંછીયા પોલીસ સ્ટેશન પરથી બીટ જમાદારનો ફોન આવેલ કે, અરજદાર હીતેશ લવજી ગાબુ આપના જી.ઈ.બી. ઓફીસ વિરુધ્ધની અરજી આપેલ હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ફરજના ભાગરૂપે પોલીસ સ્ટેશને ગયેલ ત્યાં અરજદાર હીતેશ ગાબુ હાજર હતો.
બાદમાં ફરિયાદી અને હિતેષ ગાબુને પીઆઇની ઓફીસમાં બોલાવેલ અને પીઆઈની હાજરીમાં અરજદારને અરજી સબબ સમજાવેલ કે, આપને જે નોટીસ આપવામાં આવેલ છે, તે પી.જી.વી.સી.એલ. નીયમ મુજબ યોગ્ય છે ચેકીગ શીટ કલમ-126 મુજબની હોઇ ચેકીંગ બાબતમાં આપને કોઈ રાવ કે ફરીયાદ હોઇ તો આપ કંપનીના પી.જી.વી.સી.એલ. નીયમ મુજબ પચાસ ટકા રકમ ભરીને ઇલેક્ટ્રીકલ ઇન્સપેકટરમાં ચેકીંગ બાબતે આપની રજુઆત કરી શકો છો દરમિયાન હિતેષ ઉશ્કેરાયેલ જઈ ગાળો દેવા લાગેલ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી કોલર પકડી ઝપાઝપી કરી એક ફડાકો ઝીંકી દિધો હતો દરમિયાન ત્યા હાજર પોલીસ સ્ટાફે ફરિયાદીને છોડાવેલ હતાં વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, રૂપાવટીના શખ્સે ઘરના વિજ કનેકશનમાંથી બાજુમાં ક્ધટ્રકસન વપરાશ માટે લાઈટનો ઉપયોગ કરતાં પકડાયો હતો જેથી હેતુફર માટે બિલ ફટકારતાં મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીને ફક્ત નોટીસની બજવણી કરી હતી.