આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ઈઢજજએ તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી
યુનિવર્સિટીના વોશરૂમમાં પણ ગંદકીના ગંજ જોવા મળ્યા,
વોશ બેસીન તૂટેલી હાલતમાં જોવા મળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક શંકાઓ ઉઠી રહી છે. શિક્ષણનું ધામ ગણાતી વિશ્વ વિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ, કાગળ જેવી વસ્તુઓ નીકળતી હોય છે એવામાં કેમ્પસમાં શરાબની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઊભા થયા છે. કે આ બોટલ કોની હશે….? ગુજરાતમાં દારૂબંધી છે તો આ બોટલ આવી ક્યાંથી….કોણ દારૂ પી રહ્યા છે…? યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ કે સત્તાધીશો….. આ સિવાય યુનિવર્સિટીના વોશ રૂમમાં ગંદકી જોવા મળતા આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ઈઢજજએ સ્થળ પર તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જ્યારે વોશ બેસીન પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જે મુદ્દે ઈઢજજની ટીમે કુલપતિ હાજર ન હોવાથી રજિસ્ટ્રારને જાણ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળવી એ ખૂબ જ શરમજનક કહેવાય. તેથી તેની સમગ્ર તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
- Advertisement -
યુનિવર્સિટી કેમ્પસ એટલું વિશાળ છે કે અહીં કોઈ વ્યક્તિ બહારથી ખાલી બોટલો ફેંકવા ન આવે અને રહેણાક વિસ્તારો પણ અહીંથી દૂર છે, આ ઉપરાંત દરરોજ સાંજે જે લોકો યુનિવર્સિટી કેમ્પસમાં વોકિંગ કરવા આવતા એ પણ કોરોનાને કારણે બંધ કરી દેવાયું છે.
સાંજે લોકો માટે પ્રવેશબંધી કરી છે, કેમ્પસમાં 30થી વધુ સિક્યોરિટી ગાર્ડ પણ રખાયા છે છતાં શિક્ષણના ધામમાં સત્તાધીશોની જાણ બહાર આ પ્રકારની પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકા ઉપજી છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો આ પ્રકરણમાં કોઈ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું.