કલેકટર અને પોલીસ કમિશનર, રાજવી માંધાતાસિંહજી જાડેજાની વિશેષ ઉપસ્થિતિ
એન.સી.સી. ગૃપ હેડક્વાર્ટર, રાજકોટ તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી મેગા રક્તદાનનું કેમ્પ અમદાવાદના એન.સી.સી. ડિરેક્ટોરેટ એ.ડી.જી. મેજર જનરલ રમેશ ષણ્મુગમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ રકતદાન શિબિરમાં સેવા આપતા અધિકારીઓ અને સૈનિકો, 26 એન.સી.સી. ઓફિસરો, 15 સિવિલ સ્ટાફ, 400 કેડેટ્સ અને 45 અગ્રણી રાજકોટવાસીઓ, ઉદ્યોગ સાહસિકો, ડોકટરો, શિક્ષણવિદો, સાયકલ સવારો, દોડવીરો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સેવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા ઉપસ્થિત રહી સ્વયંસેવક કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્ર પ્રત્યે સમર્પણભાવ બળવત્તર કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કેમ્પમાં ક્લેકટર પ્રભવ જોષી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહયા હતા. અને રકતદાતાઓને પ્રોત્સાહન આપ્યુ હતું.