કનૈયાલાલના પરિવારને આર્થિક મદદ કરવા બદલ ભાજપના સાંસદને જાનથી મારી નાખવાની ધમકી મળી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યસભાના સંસદસભ્ય ડો.કિરોડી લાલ મીણાને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. કિરોડી લાલ મીણાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. સોમવારે નવી દિલ્લીમાં તેમના બંગલે આ હસ્તલિખિત પત્ર મળ્યા બાદ સાંસદે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પાસે આ મુદ્દે તપાસની માંગ કરી છે.
- Advertisement -
મીનાએ ટ્વીટ કરીને કહ્યું, ‘કાદિર અલી નામના કોઈ જેહાદીએ ઉદયપુરમાં જેહાદીઓનો શિકાર બનેલા કનૈયાલાલના પરિવારને એક મહિનાનો પગાર આપવાનું પસંદ નથી. કાદિર અલી રાજસ્થાની નામની વ્યક્તિએ મને મારી નાખવાની ધમકી આપી છે, જેના પર તેણે રાજસ્થાનના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને પત્ર લખ્યો છે.