‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત આજે વેરાવળના છાપરી ખાતેથી બાઈક રેલી યોજાશે
નાગરિકો મોટી સંખ્યામાં આ રેલીમાં સહભાગી થઈ જળસંચય પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવે: કલેક્ટર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અત્યારે જળસંચય માટેના સ્ત્રોતોને પુન:જીવીત કરવા માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને પાણીના સ્તર ઊંચા આવે તે માટે નદી-નાળા, કાંસને ઊંડા કરવા તથા તેની સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રેસ વાર્તાલાપમાં જિલ્લામાં જળસંચય પ્રત્યે લોકોની સંવેદનશીલતા અને સહભાગીતા વધે અને આપણા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરી શકાય તેના ભાગરૂપે જિલ્લાની દેવકા નદીને પુન:જીવીત કરવા માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે, જે અંતર્ગત આવતીકાલે વેરાવળ તાલુકાના છાપરી ખાતેથી આ બાઈક રેલી પ્રસ્થાન કરશે અને ઈન્ડિયન રેયોન પાસે જ્યાં દેવકી નદી દરિયાને મળે છે, ત્યાં પૂર્ણાહૂતિ કરશે.