હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
હૈદરાબાદના સિકંદરાબાદમાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે અમને છ લોકોના મોતની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.
- Advertisement -
Telangana | Huge fire broke out in Swapnalok Complex in Secundrabad, fire engine rushed to the spot.
Around 7:30pm a fire broke out due to a short circuit, we are trying to rescue people who are stuck inside, and so far we don't know how many are stuck. Fire engines have rushed… pic.twitter.com/x5Uv0qNgWN
— ANI (@ANI) March 16, 2023
- Advertisement -
મૃતકોમાં 4 યુવતીઓ પણ સામેલ
ઉત્તર ઝોનના ડીસીપી ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર યુવતીઓ અને બે યુવકો સહિત છ લોકોના મોત થયા છે, જ્યારે આગ લાગી ત્યારે આ લોકો અંદર હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓની હાલત નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમે 7 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે.
ફાયરની 14 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા, જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
Telangana Minister Talasani Srinivas Yadav arrived at the Swapnalok Complex, where the fire broke out earlier today.
— ANI (@ANI) March 16, 2023
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
રેસ્ક્યૂ અભિયાન સાથે જોડાયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, મોડી રાત સુધી બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. તેમણે કહ્યું કે બચાવકર્મીઓ હજુ અંદર છે અને તપાસ કરી રહ્યા છે કે હજુ પણ કોઈ ફસાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે.