ઘંટેશ્ર્વર પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને ટ્રાફિકના સ્લોગન લખેલી થેલી આપી બિરદાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને દંડ ફટકારતી પોલીસ નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને બિરદાવે પણ છે. પોલીસ કમિશનરાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીની સૂચનાથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને બિરદાવવાનુ શરૂ કરાયું છે. આ કારણે બીજા વાહનચાલકો પણ નિયમોને અનુસરે તેવી આશા છે.જે અંતર્ગત આજે ઘંટેશ્વર ટી પોઇન્ટ પર એસીપી જે. બી. ગઢવી દ્વારા હેલ્મેટ પહેરેલા 25 વાહન ચાલકોને ટ્રાફિકના સ્લોગન લખેલી કપડાંની થેલી આપી બિરદાવવામાં આવ્યા હતા.