ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં અગસ્ત્ય હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન ડો.ધવલ ગોહિલ દ્વારા માત્ર 6 મહિનાની કુમળી વયના બાળકની કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી કરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. મૂળ ઊના તાલુકાના દર્દીના વાલી ચિંતામાં મુકાઇ ગયા જયારે તેમને જાણવા મળ્યુ કે, તેમના બાળકને સ્પાઇનલ ડિસરાફિમસ નામની કરોડરજ્જુની બિમારી છે વધુમાં અભિપ્રાય માટે રાજકોટ જતા તેમને જાણવા મળ્યુ કે, કુમળી વયઅને જટિલ રોગના કારણે તેમને સારવાર માટે ગુજરાત બહાર જવુ પડશે અંતે ડો.ધવલ ગોહિલનો સંપર્ક થતા ડોકટરે તેમને જણાવ્યુ કે, વ્યવસ્થિત કાળજી સાથે બાળકનું ઓપરેશન અને સારવાર જૂનાગઢ ખાતે પણ શકય છે. ન્યુરો મોનિટરીંગ ટેકનિકની આ જટિલ ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડ્યુ હતુ ડો.દિપક ચોથાણી અને ડો.તુષાર સંખરેલીયાએ અને સ્થેટિકની ભૂમિકા ભજવી હતી હાલ દર્દી બાળકોના નિષ્ણાંત ડો.હર્ષાબેન ગાધેની હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સ્વસ્થ છે.
જૂનાગઢના ન્યુરો સર્જન દ્વારા 6 મહિના બાળકની જટિલ કરોડરજ્જુની સફળ સર્જરી કરાઇ



