ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું ક્ધવેન્શન સેન્ટર રાજકોટમાં બનશે
સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને વિવિધ એક્ઝિબિશન માટે વૈશ્ર્વિક કક્ષાનું સેન્ટર ઘરઆંગણે મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા ક્ધવેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ ક્ધવેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેક્ધડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે ક્ધવેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક ક્ધવેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ ક્ધવેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લેવલનું ક્ધવેન્શન સેન્ટર બનવાથી રાજકોટની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેની સાથેસાથે રોકાણકારોને આકર્ષિત પણ કરશે જેનાથકી રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવું ચોક્કસ કહી શકાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટની વૈશ્વિક સ્તરે ઓળખ વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે રાજકોટનું ઓટોમોબાઇલ હોય એન્જીનીયરીંગ ક્ષેત્ર હોય કે ઇમીટેશ માર્કેટ હોય તે દેશ વિદેશમાં જાણીતી છે જ પરંતુ આ સેન્ટર બનાવથી એક નવા સફળતાનાં શિખર સર થતા જોવા મળી શકશે.
એક્ઝિબિશન માટે ગાંધીનગર, મુંબઈ કે દિલ્હી ધક્કા નહીં ખાવા પડે
રાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પોતાના બિઝનેશના પ્રમોશન માટે ગાંધીનગર, દિલ્લી, મુંબઈ, તેમજ જાપાન, રશિયા અને ચીન સહિતના દેશોમાં જતા હતા જો કે હવે આ ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસ પ્રમોશન માટે દૂર નહિ જવું પડે અને ઘર આંગણે રાજકોટમાં ક્ધવેનશન સેન્ટર ખાતે જ એક્ઝિબિશન યોજી શકશે અને દેશ વિદેશના અન્ય ઉદ્યોગકારો તેમાં ભાગ લઇ શકશે અને પોતાની વસ્તુઓનું વધુ સારી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ ક્ધવેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
ત્રણ વર્ષમાં ક્ધવેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે
રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ક્ધવેનશન સેન્ટરના ક્ધસલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી બાદમાં અલગ અલગ ડિઝાઇન મેળવી એક સારામા સારી ડિઝાઇન નક્કી કરી લગભગ ત્રણ વર્ષમાં ક્ધવેનશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે.
2022માં ઉઙછ બનાવાયો ત્યારે 538 કરોડના ખર્ચનો અંદાજ હતો
અટલ સરોવર વિસ્તારમાં 45000 વારથી વધુ જમીન ફાળવણી કરી ક્ધવેનશન સેન્ટર બનાવવા જાહેરાત કરી છે આ માટે વર્ષ 2022માં પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરાયો ત્યારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધાર કરવામાં આવ્યો હતો જે પૈકી મનપા દ્વારા જે 25% રકમ આ પ્રોજેક્ટ પાછળ આપવાની થાય છે તે જમીન આપવાના બદલામાં વાળી લેવામાં આવશે. સરકાર દ્વારા 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેના થકી પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટ કમ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમજ પીએમસીની નિમણૂક કરવામાં આવશે. આ પછી ક્ધવેનશન સેન્ટરના બાંધકામ માટેનું ટેન્ડર તૈયાર કરી એજન્સી ફાઈનલ કરવામાં આવશે.
4 જાન્યુઆરી, 2025ના રોજ ઈખએ જાહેરાત કરી હતી
4 જાન્યુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટને ક્ધવેનશન સેન્ટર ફાળવવા માટે જાહેરાત કરી હતી. આ સમયે તેમને જણાવ્યું હતું કે કલેકટર, કમિશનર, ધારાસભ્યઓ સહીત તમામ લોકો ઉપસ્થિત છે બધાની હાજરીમાં મંજૂરી આપી દઈએ છીએ અને હવે જેટલી ઝડપથી જગ્યા શોધી આપશો એટલી જલ્દી ક્ધવેનશન સેન્ટર બનાવવાની સરકારની તૈયારી છે. આ સાથે તેમને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના વખાણ કરતા કહ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ ફેસેલિટી સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લોકો તો પથ્થરને પણ પાટુ મારી પૈસા કમાવવાની તાકાત ધરાવે તેવા સાહસિક લોકો છે.



