ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 3 દિવસ મળશે વિધાનસભાનું સત્ર, ભાજપના દંડકે વ્હીપ જાહેર કરીને વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા ધારાસભ્યોને આપી સૂચના
ગુજરાત વિધાનસભા સત્રને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વખતે વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. જેને લઈ હાલતો ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. આ દરમિયાન હવે સામે આવ્યું છે કે, આગામી 13 મી સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. જેને લઈ હવે ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. વિગતો મુજબ આ સત્રમાં 5 થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે.