પાઇપલાઈન કામગીરી મુદ્દે સવાલો ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઈન કામગીરીનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાણીની પાઇપ લાઈન કામગીરી કેવી થઇ છે તેનો નમૂનો આજ રોજ જોવા મળ્યો હતો વેહલી સવારે શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ ક્ધયા છાત્રાલય પાસે પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને જાણે ભર ઉનાળે જે સ્થિતિ સર્જાય છે તેમ પાણી રસ્તા પર વેહતું જોવા મળ્યું હતું આવું એક જગ્યા દ્રશ્ય જોવા નથી મળતું અનેક જગ્યાએ આવી પાણીની લાઈનો લીક જોવા મળે છે જયારે પાણી વિતરણ થાય ત્યારે પાણીની લાઈનો લીક થતી જોવા મળે છે.ત્યારે સ્થાનિક લોકો નબળી કામગીરી બાબતે સવાલો ઉભા કરે છે.