રાજકોટ જિલ્લાના આટકોટમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો
જઙ વિજયસિંહની રાહબરીમાં 10 ટીમે 100થી વધું શકમંદો, ઈઈઝટ તપાસી આરોપીને પકડ્યો
- Advertisement -
એક દીકરી સહિત ત્રણ સંતાનના પિતાએ ચોકલેટની લાલચ આપી હતી : સળીયો કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ થતાં ઉશ્કેરાયેલા નરાધમે એક ફૂટનો લોખંડનો સળિયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાડી દેતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી બાદમાં બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકી શખ્સ નાસી છૂટ્યો હતો આ જધન્ય અપરાધમાં રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં અલગ અલગ 10 ટીમો બનાવી ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી આ જુદી જુદી ટીમોએ 100થી વધું શકમંદો તેમજ અનેક સીસીટીવી ચકાસી એક દીકરી સહીત ત્રણ સંતાનના પિતા એવા બાજુની વાડીમાં રહેતા આરોપીને ઝડપી લઇ ગુનામાં ઉપયોગમાં લીધેલો લોખંડનો સળીયો કબ્જે કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈ તા.08ના આટકોટ પોલીસ મથકમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં દાહોદ પંથકના પરીવારની સાત વર્ષની દિકરી જસદણ વિસ્તારમાં પોતાના મામાના ખેતરમાં રમતી હતી ત્યારે બપોરના સમયે કોઇ અજાણ્યા શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચરી તેના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડી ગંભીર ઇજા પહોંચાડી હતી આ ગુનાની ગંભીરતા પારખી રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં જિલ્લા પોલીસની દસ ટીમો બનાવી તાત્કાલીક 100 જેટલા શકમંદ શખ્સોની પુછપરછ કરી અનેક સી.સી.ટી.વી. કેમેરા તપાસી ઉપરોક્ત જધન્ય ગુનાને અંજામ આપનારમૂળ એમપીના અલીરાજપુરનો અને હાલ કાંપર ગામ જુના પીપળીયા ગામ જવાના કાચા માર્ગે પ્રકાશભાઈ વેકરિયાની વાડીમાં રહેતા રામસીંગ તેરસીંગ ફનેસીંગ ડડવેજર ઉ.35ની ધરપકડ કરી હતી આ અંગે એસપી વિજયસિંહ ગુર્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે 10 શકમંદોના ફોટા ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી બતાવતા બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે બાદ આરોપીની આગવી ઢબે પૂછતાછ કરતાં તેને ગુનો આચર્યો હોવાનું કબૂલાત આપી હતી તેણે કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તે ગઈ તા.4ના 11 વાગ્યાની આસપાસ ભોગ બનનારના ખેતર પાસેથી નીકળતો હતો ત્યારે તેને દિકરીને જોઈ હતી જે બાદ તેને ચોકલેટની લાલચ આપી પાણીની ટાંકી પાછળ લઈ જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નિષ્ફળ થતાં એક ફૂટના લોખંડના સળીયાથી બાળકીના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી હતી આરોપી પોતે 12 વર્ષની પુત્રી અને બે પુત્ર છે આજે આરોપીની વિધિવત ધરપકડ કરી સળીયો કબ્જે કરવામાં આવ્યો છે તેમજ અમુક પુરાવા એકત્ર કરી ફોરેન્સિક અર્થે મોકલવામાં આવ્યા છે હાલ આરોપીનું મેડિકલ સહિતની પ્રક્રિયા હાથ ધરી સાત દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ તબીબી ટિમ સાથે પોલીસ સંકલનમાં છે અને બાળકીની તબિયત પણ સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
‘ગૃહમંત્રી-ડીજીપીની સૂચનાથી ઝડપથી તપાસ કરી ચાર્જશીટ ફાઈલ કરીશું’
વધુમાં એસપીએ જણાવ્યું હતું કે આ ગંભીર ગુનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી ઝડપથી તપાસ પુરી કરવા માટે ટીમની રચના કરવામાં આવી છે આ કેસમાં ત્વરિત તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે અને કોર્ટ તરફથી પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.



