ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.30મી નવેમ્બરે લાભાર્થીઓ સાથે સંવાદ કરવા સાથે બે નવી યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યોજના લોન્ચ થયા બાદ વંથલી તાલુકાના ખોરાસા(આહિર) ગામે ખેતી પાકમાં ડ્રોનનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું.
ખોરાસા ગામ ખાતે ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેતરમાં કઈ રીતે અસરકારકતાથી ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવ કરી શકાય તે સૌએ અચરજ સાથે નિહાળ્યુ હતું. આ તકે મહાનુભાવો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ લાઈવ નિર્દશન નિહાળ્યું હતું.