ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેવળી ગામે પહોંચ્યો હતો અને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ટૂંકી ફિલ્મથી માહિતી મેળવી હતી.
ગિર સોમનાથના દેવળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત
