8 નવેમ્બરે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે શુભારંભ થશે: તા. 11એ રંગોળી સ્પર્ધા
10 નવેમ્બરે સાંજે 7 કલાકે રેસકોર્સમાં ભવ્ય આતશબાજી થશે, જેનું ઉદ્ધાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના વરદ હસ્તે થશે
- Advertisement -
રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. આ વર્ષે પણ તા.08 થી 12 નવેમ્બર, 2023 દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરે દિવાળી ઉત્સવમાં વિશેષ આકર્ષણોનો ઉમેરો કરશે.
દિવાળીના તહેવાર યાદગાર બનાવવા યોજવામાં આવનાર તા.08/11/2023ના રોજ સાંજે 06:00 વાગ્યે બાલભવન, રેસકોર્ષ ખાતે દિવાળી ઉત્સવનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે શુભારંભ થશે. તા.10/11/2023ના રોજ રાત્રે 7 વાગ્યે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. જેનું દિપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના વરદ હસ્તે કરવામાં આવશે.તા.11/11/2023ના રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.12/11/2023ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. રેસકોર્સ રીંગ રોડ ફરતે તા.08/11/2023થી તા.12/11/2023 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
- Advertisement -
11 નવેમ્બરે રંગોળી હરિફાઈ
રેસકોર્ષ રીંગરોડના 2.7 કિ.મી.ના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકશે. આ હરીફાઈમાં પ્રથમ 3 વિજેતાને અનુક્રમે રૂ.15 હજાર, રૂ.10 હજાર અને રૂ.05 હજાર પુરસ્કાર તરીકે આપવામાં આવશે.આ ઉપરાંત 20 રંગોળીના કલાકારોને રૂ.1000/- પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જે સ્કૂલ, કોલેજ કે કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ચિત્રનગરી કાર્યાલય (રેસકોર્ષ સ્વિમિંગ પુલની સામે) સોમવાર સુધી સાંજે 05:00 થી 08:00 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મોબાઈલ નંબર 92280 90895 ઉપર પણ વ્હોટસઅપ મેસેજ દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રંગોળી સ્પર્ધા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે
– સ્થળ પર જ ચિરોડી કલરની વ્યવસ્થા
– ટેબલ, ખુરશી અને પીવાના પાણીની વ્યવસ્થા
– ચિરોડી કલર આપવા માટે બાઉલ
– જરૂર પડે ત્યાં લાઈટની વ્યવસ્થા
– દરેક કલાકારને આપવા માટે સર્ટીફિકેટ
– કલાકાર માટે રાત્રે અલ્પાહારની વ્યવસ્થા.
– રીંગ રોડ ફરતે 15 મંડપ ટેબલ ખુરશી સાથે સ્થળ પર કલરનું વિતરણ કરવા માટે જરૂરી સ્ટાફ
– રીંગ રોડ ફરતે સ્વચ્છતા માટે ડસ્ટબીન અને સફાઈની વ્યવસ્થા
– તા.09/11/2023 ને ગુરૂવાર રાત્રી થી સવાર સુધી રજીસ્ટ્રેશન મુજબ રંગોળી માટે સફેદ પટ્ટાના બોક્ષ બનાવી આપવામાં આવશે.
– વિજેતાને પુરસ્કાર આપવામાં આવશે.