મંત્રી મુળુભાઈ બેરાએ 22 કરોડના કામો લોકાર્પિત કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાસણ સિંહ દર્શન સાથે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે 8.5 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઇન્ટ ઉપરાંત દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ રૂ.6.5 કરોડના વિકસિત કરવામાં આવેલ સુવિધા તથા સાસણ સિંહ સદન સહિતની જગ્યાએ અંદાજે રૂ.7 કરોડના ખર્ચે આકર્ષક સ્કલપ્ચરને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ લોકાર્પિત કર્યા હતા.
સિંહના ઘર એવા ગીરમાં લાખો પ્રવાસીઓ આવે છે, રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ગીરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગીરના સિંહોનો વસવાટ છે તેવા સ્થળો માટે પ્રોજેક્ટ લાયન હેઠળ જુદા જુદા પ્રવાસનલક્ષી અને સિંહોના સંરક્ષણ- સંવર્ધન માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.