નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરાશે: રાજકોટ શહેર પોલીસ કમિશનર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશનરે વિસ્તારમાં 31/12/2023 સુધી તમામ બેંકો, તમામ એ.ટી.એમ.સેન્ટરો, સોના-ચાંદી તથા કિંમતી ડાયમંડના ઝવેરાત વેચનાર દુકાનો, શોરૂમ, શોપિંગ મોલ, કોમર્શિયલ સેન્ટરો, હોટલ, કોફિશોપ, કાફે, રેસ્ટોરન્ટ, આંગડિયા પેઢીના વ્યવસાયિકો તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે.
પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં ગેઈટ વાઈઝ સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત 24 કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. પોલીસ દ્વારા જ્યારે જયારે સી.સી.ટી.વી. ફૂટેજ માંગવામાં આવે ત્યારે ત્યારે કોઈપણ પ્રકારના વિલંબ વગર સી.સી.ટી.વી. ફૂટેજ આપવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-7માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.