માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અપેક્ષાબેન પંડ્યા, અભેસિંહ રાઠોડ અને બિહારીભાઇ ગઢવીએ લોકકલા પીરસી
ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ અને જે.પી. સ્ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ખાતે યોજાયેલા લોકડાયરાને લોકોએ મોડે સુધી માણ્યો હતો. સરગમ કલબ દ્વારા રાજકોટની કલારસિક જનતા માટે આ કાર્યક્રમ વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો અને તેનો હજારો લોકોએ લાભ લીધો હતો.
આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અપેક્ષાબેન પંડ્યા, અભેસિંહ રાઠોડ,અને બિહારીભાઇ ગઢવીએ શ્રોતાઓને લોકકલાનો પરિચય કરાવ્યો હતો અને એક એકથી ચડિયાતા લોકગીતો રજુ કરીને લોકોને દાદ આપવા માટે મજબુર કરી દીધા હતા. આ કલાકારોને મુકુંદભાઈ જાની (બેન્જોવાદક) નો સહયોગ પણ મળ્યો હતો.
દિપપ્રાગટ્ય જગદીશભાઈ ડોબરિયા, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ ગુજરાત ભાજપ ના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા તેના સંભોધન માં જણાવેલ કે સરગમ ક્લબ સમાજ ના તમામ ક્ષેત્ર માં સમાજ ઉપયોગી કાર્ય કરે છે. નવરાત્રી બાદ રાજકોટ ની જનતા સાંસ્કૃતિક મહોત્સવ માણવા માટે ઉત્સાહિત હોય છે. વધુમાં જણાવેલ કે આગામી તા. 28/10/23 ના રોજ રેષક્રોસ ગ્રાઉન્ડ માં સાંજે 7/00 કલાકે વડાપ્રધાન લિખિત માડી ગરબા પર શનિવારે 1 લાખથી વધુ ખેલૈયાઓ થીરકશે.
આ પ્રોગ્રામ માં રાજકોટ ની જાહેર જનતા અને સરગમ પરિવાર ના તમામ સભ્યો ને જોડવા નમ્ર અપીલ કરે છે.પ્રમુખ સ્થાને ઉપસ્થિત વજુભાઈ વાળા એ જણાવેલ કે સરગમ કલબ સેવાકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીને વર્ષોથી રાજકોટ ને ધબકતું રાખેલ છે. આ કાર્યક્રમ માં જે કંપનીએ સહયોગ આપેલ છે તેઓને અભિનંદન આપેલ.
આ કાર્યક્રમ માં વજુભાઈ વાળા, રામભાઈ મોકરીયા, ડો. ભરતભાઈ બોઘરા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરીયા, ખોડીદાસભાઈ પટેલ, કમલેશભાઈ મિરાણી, પુષ્કરભાઈ પટેલ, અશોકભાઈ વૈષ્નાની, કેતનભાઈ પટેલ, સુરેશભાઈ વેકરીયા, ગોપાલભાઈ સાપરીયા, દિનેશભાઈ અમૃતિયા, પ્રતાપભાઈ પટેલ, નરેન્દ્રભાઈ દવે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણ્યો હતો.
આ કાર્યક્રમ માં જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લી. ચેરમેન જગદીશભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા તથા બાન્સ લેબ્સ ચેરમેન નટુભાઈ ઉકાણી, લવભાઈ ઉકાણી, જયભાઈ ઉકાણી નો સહયોગ મળ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દ્રેત્રોજા, મનમોહનભાઈ પનારા, રાજેન્દ્રભાઈ શેઠ, વગેરે જહેમત ઉઠાવી હતી.