ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વોર્ડ નં.17માં આવેલા શુભમ ગ્લોબલ સ્કુલ અને તેની આસપાસ સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા તા.15/09 થી તા.02/10/2023 સુધી સંયુકત રીતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે રાજયમાં તા.15/10/2023 થી તા.16/12/2023 દરમિયાન રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે.