ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા રૂપાળી બા લેડી હોસ્પિટલ ખાતે વિશ્વ પોલિયો દિવસ અંગે જાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રૂપાળી બા લેડી હોસ્પિટલ ખાતે સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા. વિશ્વ પોલિયો દિવસ અંગે જાગૃતિ કેળવવાના આશયથી લાયન્સ ક્લબના જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત પરી ગોસ્વામી દ્વારા પોલિયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લાયન્સના હોદ્દેદારો પણ જોડાયા હતા.