પહેલા નોરતે જ ખેલૈયાઓ પર શરૂ થયો સોના – ચાંદીનો વરસાદ
સાંસદ મોકરીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ઉમિયાધામ પ્રમુખ, ટ્રસ્ટી સહિત સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
સરદારધામ નવરાત્રિ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે વીરબાઈમાં જલારામ અનાથ આશ્રમની 62 બાળ સ્વરૂપ માતાજી (બાળા)ના હસ્તે આરતીથી જાજરમાન રસોસ્તસવનો મંગલ પ્રારંભ થયો હતો. પહેલા નોરતે જ વિજેતા ખેલૈયાઓ પર સોના – ચાંદીનો વરસાદ થયો હતો. આમંત્રિત મહેમાનોએ વિજેતા જુનિયર, સિનિયર ખેલૈયાઓને બિરદાવ્યા હતા. આજે બીજા નોરતે ચડતા ક્રમમાં ગઈકાલ કરતા વધુ સોનાની ગીની, ચાંદીના બિસ્કીટ વિજેતાઓને પુરસ્કાર સ્વરૂપે આપીને બિરદાવવામાં આવશે.
પાટીદાર સમાજના ખેલૈયાઓ માટે જ આયોજિત સરદારધામ નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ દિવસે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, જેરામભાઈ વાછદડીયા (પ્રમુખ ઉમિયા ધામ), જગજીવનભાઇ સખીયા ( સરદાર ધામ ટ્રસ્ટી અને નવરાત્રિ મહોત્સવના મુખ્ય સ્પોનસર), ડો. પ્રકાશ મોઢા (ગોકુલ હોસ્પિટલ), હંસરાજભાઇ ગજેરા (ૠઙઇજ પ્રમુખ), મહેન્દ્રભાઈ ગજેરા (સરદાર ધામ ટ્રસ્ટ), જ્યોત્સનાબેન ટિલાળા (કોર્પોરેટર વોર્ડ નં 10), ગણેશભાઈ ઠુંમર (અગ્રણી ઉદ્યોગપતિ), તૃપ્તિબેન ગજેરા (ક્રિષ્ના સ્કૂલ ઓફ ગ્રુપ), મગનભાઈ અંટાળા ( પૂર્વ પ્રમુખ, રાજકોટ એન્જનિયરિંગ એસો.), વિશાલભાઈ રાંક (જિલ્લા પંચાયત) સહિત સામાજિક, રાજકીય શૈક્ષણિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પાનો ચડાવી, સરદારધામ નવરાત્રિ મહોત્સવના આયોજનને વખાણ્યું હતું. પ્રથમ નોરતે સિનિયર બોયઝ, ગર્લ્સ ગ્રુપમાં પહેલા નંબરે આવેલાને 2 – 2 ગ્રામ સોનાની ગીની, બીજા ક્રમે રહેનારને 100 ગ્રામ ચાંદી, ત્રીજા ક્રમે રહેનારને 50 ગ્રામ ચાંદી, જુનિયર પ્રિન્સ પ્રિન્સેસને 1 – 1 ગ્રામ સોનાની ગીની, બીજા ક્રમે રહેનારને 50 ગ્રામ ચાંદી અને ત્રીજા ક્રમે રહેનારને 25 ગ્રામ ચાંદી તથા વેલડ્રેસ વિજેતાને 25 – 25 ચાંદીથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. માના નવલા નોરતાના પ્રારંભે જ સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રિ આયોજન સમિતિ દ્વારા આયોજિત સરદારધામ નવરાત્રિ રાસોત્સવ, નવો 150ફૂટ રીંગ રોડ , કોકોનટ પાર્ટી પ્લોટ સામે રાત પડતાં જ જાણે દિવસ ઊગ્યો હોય તેવા માહોલમાં પાટીદાર સમાજના ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. જાજરમાન, ભવ્ય અને વિશાળ આયોજનને નિહાળી પ્રથમ રાત્રિથી જ ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સંસ્થાના પ્રમુખ અને આયોજક જીતુભાઈ સોરઠીયા (મવડી) અને સમગ્ર ટીમને ખેલૈયાઓ અને તેમના પરિજનોએ સુપર ડુપર આયોજન બદલ બિરદાવ્યા હતા. ઉકત રાસોત્સવની વધુ માહિતી માટે મો. નં. 9374104881, 9662405076 અને 9724496960નો સંપર્ક કરી શકાય છે.