ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠકકરના માર્ગદર્શન હેઠળ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ તા.2 ઓક્ટોબરથી જિલ્લાના તમામ તાલુકામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોરબંદરના ગોસા ગામે, રાણાવાવના બોરડી ગામે અને કુતિયાણાના ઇશ્વરીયા ગામે તાલુકા કક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં શપથગ્રહણ, સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની જાણકારી આપવાની સાથો સાથ ગામમાં સ્વચ્છતા રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, આગેવાનો અને મોટીસંખ્યા નાગરિકો સહભાગી થયા હતા.