શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું પણ કબજે: 1.29 લાખનો ચાર્જ વસુલાયો
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:12/09/2023 થી 15/09/2023 સુધીની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજ વસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,29,500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રસ્તા પર નડતર રૂપ 21 રેકડી- કેબીન તે રામાપીર ચોકડી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળો રોડ, પોસ્ટ ઓફિસ રોડ, રેલનગર, જામનગર રોડ, જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્ય 30 પરચુરણ ચીજ વસ્તુઓ તે કોઠારીયા રોડ, નંદનવન મેઈન રોડ, ધરમ ટોકિઝ રોડ, હોસ્પિટલ ચોક, પોસ્ટ ઓફિસ મેઈન રોડ, ગાયત્રીનગર, આહિર ચોક, જામનગર રોડ, એરપોર્ટ બગિચા સામે, રેસકોર્ષ આર્ટે ગેલેરીની સામે, છોટુનગર માથી જપ્ત કરવામાં આવ્યો છે.