આનંદીબેન પટેલે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી નોબલ કામ કરો તેવી શુભેચ્છા આપી
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ નોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ જેમાં યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના ઉદબોધન માં નોબલ યુનિવર્સીટી નામ રાખીને નોબલ કામ કર્યું છે.
ગઈકાલ યોજાયેલ નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું ભવ્ય સ્વાગત યુનિવર્સીટીના ગિરીશભાઈ કોટેચા,કે.ડી. પંડયા તેમજ ત્રિવેદી સાહેબ, પાર્થ કોટેચા, સિદ્ધાર્થ પંડયા સહીત નોબલ યુનિવર્સિટી ના પ્રોફેસર સહીત આગેવાનો ઉષ્મા ભર્યું ફુલહારથી સન્માનિત કર્યા હતા.
આ તકે આનંદીબેન પટેલે વિદ્યાર્થીના ઘડતર માટે નોબલ યુનિવર્સિટી દ્વારા ખુબ સુંદર સહોયગ સાથે કામ કરી રહીછે તેનાથી આવનાર દિવસોમાં ભારત ના ભાવિનું ઘડતર થશે આ વિશેષ કાર્યક્રમ બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલે ડે.મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ભોજન લીધું હતું.