ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરતાં પહેલા વધુ એક તસવીર મોકલી છે. ISROએ આ તસવીર શેર કરતા કહ્યું કે 23 ઓગસ્ટની સાંજે 6.04 કલાકે સોફ્ટ લેન્ડિંગ થશે.
ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકેલી છે. તે જ સમયે ભારતીય સ્પેસ એજન્સી ISROએ વિક્રમ લેન્ડર દ્વારા મોકલવામાં આવેલી તસવીર શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કર્યું કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડા ખાડાઓ વિશે માહિતી આપતું રહે છે.
- Advertisement -
Chandrayaan-3 Mission:
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area — without boulders or deep trenches — during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
- Advertisement -
— ISRO (@isro) August 21, 2023
23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે
ભારતનું સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘મિશન મૂન’ ચંદ્રયાન -3 હવે ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં, લેન્ડર વિક્રમને અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું અને શનિવારે મોડી રાત્રે ચંદ્રયાન ચંદ્રની બાજુથી માત્ર 25 કિમી દૂર હતું. ISROએ મિશન મૂનને લઈને એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ISROનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં પૂરી મદદ કરશે અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે.
Chandrayaan-3 Mission:
🇮🇳Chandrayaan-3 is set to land on the moon 🌖on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/osrHMk7MZL
YouTube… pic.twitter.com/zyu1sdVpoE
— ISRO (@isro) August 20, 2023
રશિયાનું મૂન મિશન લૂના ફેલ
ઉલ્લેખનીય છે કે ભારતના ચંદ્રયાનની સાથે રશિયાએ પણ લૂના નામનું તેનું અવકાશયાન ચંદ્ર પર છોડ્યું હતું જે આજે ક્રેશ લેન્ડિંગ થતાં તેની આશાઓ પર પાણી ફરી વળ્યું પરંતુ ભારત પાસે હવે ઈતિહાસ રચવાની તક છે. જો બધું સમું સુથરુ પાર પડ્યું તો ભારતનું ચંદ્રયાન 23 ઓગસ્ટના સાંજના ચંદ્રની ધરતી પર ઉતરી જશે અને આ રીતે ભારત ઈતિહાસ રચી જશે.