4890 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી: કુલ 10 વોર્ડમાં વેરા વસૂલાત શાખાની કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂદ્ધ આજે પણ સિલિંગ, બીલ, નોટિસ ઝુંબેશ હાથ ધરી હતી. એક સાથે 10 વોર્ડમાં બાકીદારોની મિલકતો સીલ કરવાની કામગીરી દરમિયાન વધુ 53 મિલકતો સીલ કરી 4890 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 2.21 કરોડની સ્થળ ઉપર વસુલાત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત તા. 24-07-2023થી તા. 31-07-2023 દરમ્યાન નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
વેરા વિભાગની ટીમ દ્વારા વોર્ડ નં.2માં નક્ષત્ર-9 એપાર્ટમેન્ટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી 1 લાખ, હોટેલ મિન્ટ નોટીસ સામે રીકવરી રૂ.5.76 લાખ, વોર્ડ નં-3માં 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.80,450/-જંકશન પ્લોટમાં 1-યુનિટને નોટીસ આપી હતી. આ સિવાય વોર્ડ નં-5માં પેડક રોડ, વોર્ડ નં- 6માં આજી ડેમ ચોકડી પાસે આવેલા 3 યુનિટ, વોર્ડ નં-7, વોર્ડ નં-8, વોર્ડ નં-10માં નાના મવા રોડ પર 93 હજાર, નિર્મલા રોડ પર 1 લાખ વોર્ડ નં-12માં કુલ 4 લાખ, વોર્ડ નં-13, વોર્ડ નં-15માં નોટિસ પાઠવાઈ હતી. આ કામગીરી આસિસ્ટન્ટ મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.