કેન્સર શરીરના કોઈ પણ ઓર્ગનમાં થાય તે ખતરનાક અને જીવલેણ હોય છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ 1 ઓગસ્ટે ‘વર્લ્ડ લંગ્સ કેન્સર ડે’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
કેન્સર શરીરના કોઈ પણ ઓર્ગનમાં હોય તે ખતરનાક અને જીવલેણ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ઓગસ્ટે ‘વર્લ્ડ લંગ્સ કેન્સર ડે’ ઉજવવામાં આવી રહ્યો છે. તેને ઉજવવા પાછળનું કારણ એ છે કે લોકોને આ જીવલેણ બીમારીના વિશે જાગરૂત કરવા. આ દિવસે દુનિયાભરમાં ફેફસાના કેન્સરને મ્હાત આપનાર કેન્સર સર્વાઈવરની ખુશીને સેલિબ્રેટ કરવામાં આવે છે.
- Advertisement -
ખાસ કરીને ભારતમાં ફેફસાના કેન્સર સામાન્ય કેન્સરમાંથી એક છે. WHOએ વર્ષ 2020માં એક આંકડો રજૂ કર્યો હતો જેના અનુસાર આ બીમારીથી 18 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે લંગ્સ કેન્સરના કારણે પહેલી વખત વર્ષ 2012માં આ બીમારીને લઈને ફોરમ ઓફ ઈન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાઈટીએ ઈન્ટરનેશલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ્સ કેન્સર અને અમેરિકન કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયનની મદદથી આ કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
બે પ્રકારના હોય છે લંગ્સ કેન્સર
સ્મોલ સેલ લંગ્સ કેન્સર
જે લોકો મોટાભાગે સ્મોકિંગ કરે છે તેમને લંગ્સ કેન્સરનો ખતરો વધારે રહે છે. આ સૌથી ઝડપથી ફેલાતું કેન્સર હોય છે. જ્યાં સુધી આ કેન્સરની જાણકારી મળે છે આ કેન્સર ફેલાઈ જાય છે.
- Advertisement -
નોન સ્મોલ સેલ લંગ કેન્સર
આ ફેફસામાં થતા નોર્મલ કેન્સર હોય છે અને 80 ટકા લોકોમાં આ કેન્સર હોય છે. તેમાં એડિનોકાર્સિનોમા, સ્ક્વેમસ, સેલ કાર્સિનોમા અને લાર્જ સેલ શામેલ છે.
ફેફસાના કેન્સરના પ્રમુખ લક્ષણ
– ઘણા સમય સુધી ખાંસી રહેવી
-છાતીમાં દુખાવો રહેવો
-શ્વાસ લેવામાં મુશ્કેલી થવી
-ખાંસીમાં લોહી આવવું
-હંમેશા થાક અનુભવવો
-ભુખ ન લાગવી
-અવાજ બેસી જવો
-માથામાં દુખાવો
લંગ્સ કેન્સરના કારણ
ફેફસામાં કેન્સર થવાના સૌથી મોટા કારણમાંથી એક છે ખૂબ સિગ્રેટ પીવી. ધુમ્રપાન કરવું, નશાના પદાર્થનું સેવન કરવું. આ બધા ઉપરાંત પ્રદૂષણ વાળી હવા, તાપમાનમાં ઉતાર-ચડાવ, શ્વાસ સંબંધિ બિમારી, જેનેટિક કારણ, લંગ્સ કેન્સરના કારણે થઈ શકે છે.