-ટીએમસી સાંસદ માલા રોયના સવાલો પર સરકારે વિગતો આપી જો કે પસમાંદા મુસ્લિમોની વસ્તી પર મૌન સેવ્યું: 7થી વધુ વયના મુસ્લિમોનો સાક્ષરતા દર 77.7 ટકા
દેશમાં મુસ્લિમોની વસ્તી 2023માં 19.75 કરોડ થઈ ગઈ હોવાની જાણકારી લોકસભામાં લઘુમતી મામલાના મંત્રી સ્મૃતિ ઈરાનીએ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા માલા રોયના સવાલના જવાબમાં આપી હતી. જો કે પસમાંદા મુસલમાનો મામલે મંત્રીએ ચુપ્પી સાધી લીધી હતી. ટીએમસી સાંસદ માલા રોવે ત્રણ સવાલ પૂછયા હતા. 30 મે સુધી મુસ્લીમ વસ્તીનો દેશવ્યાપી ડેટા છે? શું સરકાર પાસે પસમાંદા મુસ્લિમોની વસ્તીનો કોઈ ડેટા છે?
- Advertisement -
દેશમાં પસમાંદા મુસ્લિમોની સામાજીક-આર્થિક સ્થિતિ શું છે. સાંસદ માલા રોયના પ્રશ્ર્નના જવાબમાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે વર્ષ 2011ના અનુમાન અનુસાર મુસ્લિમોની વસ્તી 17.22 કરોડ હતી. જે દેશની વસ્તીના 14.2 ટકા હતી. ટેકનીકલ ગ્રુપ ઓન પોપ્યુલેશનના જુલાઈ 2020ના રિપોર્ટ મુજબ 2023માં દેશની કુલ વસ્તી 138.82 કરોડ થવાનું અનુમાન લગાવ્યું હતું. 2011 સેન્સસની જેમ તે પ્રમાણ 14.2 ટકાને લાગુ કરતા 2023માં મુસ્લિમ વસતી 19.75 કરોડ હોવાનું અનુમાન લગાવાયું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પીરિયોડિક લેબર ફોર્સ અર્થાત પીએલએફ તરફથી 2021-22માં કરવામાં આવેલ સર્વેના હવાલાથી મુસ્લિમ વસ્તીની શિક્ષણની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 7 વર્ષ અને તેથી વધુ વયના મુસ્લીમોમાં સાક્ષરતા દર 77.7 ટકા છે. જયારે દરેક વયનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 35.1 ટકા પર છે. વર્લ્ડ બેન્કના અનુસાર લેબર ફોર્સ પાર્ટીસિપેશન રેટનો અર્થ તે 15 વર્ષ અને એથી વધુ વયની એ વસ્તી સાથે છે, જે આર્થિક રીતે સક્રીય છે અને કામ કરે છે.