ચાર જેટલા આંતકીઓ દેશમાં હુમલાના કરવા માટેના સોગંદ જોતા વીડિયોમાં દેખાયા
પોરબંદરથી પકડાયેલા આતંકીઓને લઇને મોટો ખુલાસો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગત જૂન મહિનામાં પોરબંદરમાં ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન પરથી ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આતંકીઓ પાસેથી કેટલીક શંકાસ્પદ સામગ્રીઓ મળી આવી હતી.
પકડાયેલા આતંકવાદીઓ ઈંજઊંઙ સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યા બાદ એટીએસ દ્વારા સતત તેમની પૂછપરછ કરવામાં આવતા અવનવા ખુલાઓ થઇ રહ્યાં છે. આતંકીઓના મોબાઈલમાંથી એક વીડયો મળી આવ્યો છે. જેમાં તેઓ દેશ પર હુમલો કરવાના સોગંદ લઇ રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત એ.ટી.એસની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો હોવામાં સામે આવ્યો છે. એટીએસની તપાસ દરમિયાન આંતકીના મોબાઇલમાંથી એક વીડિયો મળી આવ્યો છે. જેમાં ચાર જેટલા આંતકીઓ દેશમાં હુમલાના કરવા માટેના સોગંદ લેતા હોય તે જોવા મળી રહ્યું છે. તપાસમાં એવી વિગતો પણ સામે આવી છેકે, એટીએસ દ્વારા આ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી તેના 15 દિવસ પહેલા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા પોરબંદરમાંમાંથી 9 અને 10 જૂનના રોજ ચારયે આતંકીઓને ધરપકડ કરી હતી. હવે આ કેસની સમગ્ર તપાસ ગઈંઅ કરી રહી છે.
- Advertisement -
નોંધનીય છેકે, ગયા મહિને એટીએસ દ્વારા પોરબંદરમાં સૌથી મોટુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા મહિને 9 જૂનના રોજ ગુજરાત એટીએસની ટીમે પોરબંદર રેલવે સ્ટેશન પર વોચ રાખીને ત્રણ શંકાસ્પદ યુવાનોને પકડ્યા હતા. વધુ પુછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મોબાઈલ, ટેબ્લેટ ઉપરાંત તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા. તેમજ બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો પણ મળી આવ્યો હતો.