વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું: યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટમાં 171 રન ફટકાર્યા
અશ્ર્વિને 12 વિકેટ ઝડપી, વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને વેસ્ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવીને 2023-25 ઠઝઈ સાઇકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્ર્વિને કુલ 12 વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
અગાઉ ભારતે પહેલી ઇનિંગ 421 રન અને 5 વિકેટના નુક્સાને ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે 271 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરિબિયન્સ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્ર્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ તરફથી એલિક એથેનાઝે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા.
જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય
યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો. તે 171 રન બનાવીને આઉટ થયો હતો અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ પહેલા શિખર ધવન (187 રન) અને રોહિત શર્મા (177 રન) એ ડેબ્યુ મેચમાં જયસ્વાલ કરતાં વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલે શ્રેયસ અયયર (170 રન)ના સ્કોર પાછળ છોડી દીધો.