મચ્છરની ઉત્પત્તિ અંગે બેદરકારી દાખવનારા 387 આસામીને નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા અઠવાડિયામાં શરદી-ઉધરસનાં 263 કેસ, સામાન્ય તાવનાં 411 કેસ, ઝાડા-ઉલટીનાં 101 કેસ મળી કુલ 775 કેસ નોંધાયા છે. જોકે, વીતેલા અઠવાડિયામાં મલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનાં કોઈપણ કેસ નોંધાયા નથી. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છરની ઉત્પત્તિ અંગે બેદરકારી બદલ 387 આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી.
- Advertisement -
આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 3 જુલાઈથી 9 જુલાઈ વચ્ચે પોરાનાશક કામગીરી હેઠળ 170 માણસો દ્વારા 71317 ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ 227 ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઈ હતી. ઉપરાંત રહેણાક સિવાય અન્ય 763 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેહેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)માં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 258 અને કોર્મશીયલ 129 આસામીને નોટીસ આ5વામાં આવેલી છે.