924 કરદાતાઓ પૈકી કુલ 852 આસામીઓએ કુલ 3.65 કરોડની રકમ ભરપાઈ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકામાં મિલકત વેરા-પેટે કરદાતાઓએ તા.1/4થી તા.31/05/2023 ભરેલ ચેક પૈકી કુલ 924, રકમ રૂ.3.97 કરોડના મિલ્કત વેરાની રકમના ચેક રીટર્ન થયેલ, ત્યારબાદ મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના હેઠળ વેરા વસુલાત શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા કુલ 924 પૈકી કુલ 852 આસામીઓએ કુલ 3.65 કરોડની રકમ ભરપાઇ કરી આપેલ છે.
- Advertisement -
જયારે બાકી રહેલ કુલ 72 જેટલા કરદાતાઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથધરવામાંઆવશે