જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનપદની યોજાઈ હતી ચૂંટણી
રાજકોટ ડેરીમાં જયેશ રાદડિયાનું રાજ યથાવત જોવા મળ્યું : પશુપાલકોને ફાયદો થશે તેવી માન્યતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં રાજ્યોના વિવિધ સહકારી ક્ષેત્રોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંધના ચેરમેન પદની ચૂંટણીમાં ફરી એક વખત ગોરધન ધામેલિયા રિપીટ થયા છે. જેની સાથે જ રાજકોટ ડેરીમાં વિઠ્ઠલ રાદડિયા બાદ તેમના પુત્ર જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો છે.
ગોરધન ધામેલિયા ચૂંટણી જાહેરર થવાના સમયથી ચેરમેન તરીકે રિપીટ થાય તેવી માંગણી ડિરેક્ટરોમાંથી ઉઠી રહી હતી. જેના અંગેની ચૂંટણીની પ્રાંત અધિકારીની હાજરીમાં ડિરેક્ટરોને સાંભળીને આકરે પોતાનો નિર્ણય જણાવ્યો છે જેમાં ડિરેક્ટર તરીકે ગોરધન ધામેલિયા રિપીટ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે, ગોરધન ધામેલિયા દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતો અને પશુપાલકોને માટેની લોન આપવાની કામગીરીની વિશેષ પ્રશંસા કરવામાં આવી રહી છે. જેના પરિણામે જ તેઓ જીત સુધી પહોંચ્યા તેવું માનવામાં આવી રહ્યું છે.
ખાસ વાત છે કે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘારા દ્વારા ગોરધન ધામેલિયાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જેના પર આખરે અંતિમ મહોર લાગી છે. ગોરધન ધામેલિયાને રિપીટ થવાના કારણે પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. એટલું જ નહીં ગોરધન ધામેલિયા લાંબા સમયથી પશુપાલકોની માંગણી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા હોવાના કારણે ડેરીના અધિકારીઓનો મત છે કે, પશુપાલકોને ફાયદો થશે તેના પરિણામે ડેરીને પણ લાભદાયી નીવડશે.