ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓએ સબજેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરી હતી.રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોશી દ્વારા મોરબી સબ જેલની તકેદારી નિવારણ અંગેની વિઝિટ કરવામાં આવી હતી અને જેલમાં સલામતીના સાધનોની સમીક્ષા તેમજ જેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મોરબી જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલ તથા ઈન્ચાર્જ જેલર પી. એમ. ચાવડા હાજર રહ્યા હતા.
મોરબી સબ જેલની મુલાકાત લેતા રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/sub-jail.jpeg)