ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી. કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ છે.
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આજે ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. વિગતો મુજબ આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે. તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે.
- Advertisement -
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી. કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. જો છેલ્લી પાંચ મેચોને પણ જોવામાં આવે તો તેમાં પણ ભારતીય ટીમ પાછળ જોવા મળી રહી છે.
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌 🙌#TeamIndia have marched into the Semi Final of the #T20WorldCup 👏 👏
Well Done! 👍 👍 pic.twitter.com/mEbLtYhSm5
- Advertisement -
— BCCI Women (@BCCIWomen) February 20, 2023
ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની મજબૂતાઈ કેટલી ?
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય ટીમની નબળી બાજુ જોવા મળી રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં માત્ર કાંગારૂ ટીમ જ 4 વખત જીતી શકી છે. જ્યારે ભારતીય ટીમને માત્ર એક જ મેચમાં જીત મળી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ મેચમાં સતત હાર્યું છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ આ વખતે પણ દબાણમાં જોવા મળી શકે છે.
જો ઓવરઓલ T20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘણી નબળી દેખાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર 6 મેચ જીતી શકી છે. જ્યારે 22માં તેમનો પરાજય થયો હતો. એક મેચ અનિર્ણિત રહી હતી અને એક ટાઈ રહી હતી.
ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (સી), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીન), રિચા ઘોષ (વિકેટમાં), જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.
રિઝર્વ ખેલાડી: એસ. મેઘના, સ્નેહ રાણા અને મેઘના સિંહ.