ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં પ્રાહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે રેલ્વે સ્ટેશ પાસેથી દબોચી લેવામાં સફળતા મળી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ છેલ્લા બે વર્ષથી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રોહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજુ મંનજી મકવાણાને રેલ્વે સ્ટેશન નજીક ઉભો હોય તેવી બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને જૂનાગઢ બી-ડીવીઝનને સુપ્રત કરી વધુ તપાસ બી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.